Sunday, April 27, 2008

ચીયરલીડર્સ મર્યાદામાં રહે : કપિલ

ભૂતપૂર્વ ક્રિકેટ કપ્તાન કપિલ દેવે કહ્યું છે કે, આઈપીએલની મેચ દરમિયાન ચીયરલીડર્સે પોતાની મર્યાદાની જાણ હોવી જોઈએ જેથી તેમનું મનોરંજન નૈતિકતાની મર્યાદાને પાર કરીને વિચિત્ર પ્રદર્શન ન બને. કપિલે એક પ્રશ્નના જવાબમાં કહ્યું છે કે, ચીયરલીડર્સનું પ્રદર્શન મનોરંજની મર્યાદામાં રહેવું જોઈએ તે બિભત્સતા સુધી ન આવવું જોઈએ. આઈસીએલના કાર્યકારી બોર્ડના અધ્યક્ષ કપિલે કહ્યું કે, હવે બધું વ્યાપારી થઈ ગયું છે જેમા મીડિયા એટલે સુધી કે રાજનીતિ પણ શામેલ થઈ ગયા છે. તેથી ક્રિકેટમાં પણ વ્યાપાર આવી ગયો હોવાથી તેમાં કોઈએ વાંધો વ્યક્ત ન કરવો જોઈએ. એક પ્રશ્નના જવાબમાં કપિલે કહ્યું કે, ટ્વેંટી 20 કોઈ પણ રીતે ટેસ્ટ મેચો માટે પડકાર નથી. તેમણે કહ્યું કે, જ્યારે વન ડે મેચોની શરૂઆત થઈ હતી ત્યારે કહેવામાં આવ્યું હતું કે, ટેસ્ટ ક્રિકેટ સમાપ્ત થઈ જશે પણ ટેસ્ટ આજે પણ તેટલાક રસ સાથે રમાઈ રહી છે.

No comments: