Friday, May 2, 2008

ગાંગુલીનો વોર્ન પર પલટવાર

કોલકાતા નાઈટ રાઈડર્સના કપ્તાન સૌરવ ગાંગુલીએ રાજસ્થાન રાઈફલ્સના પોતાના સમકક્ષ શેન વોર્ન પર પલટવાર કરતાં આ ઓસ્ટ્રેલિયાઈના એ દાવાઓને ફગાવી દીધા છે જેમાં તેણે કહ્યું છે કે, ગાંગુલીએ સમય વેડફવાની રણનીતિ દાખવીને અને શ્રેષ્ઠ કેચોની ફિલ્ડીંગની વાતોને સ્વીકારવાથી ઈનકાર કરીને રમતભાવનાનું ઉલ્લંઘન કર્યું છે.વોર્નની ટીમના હાથે પોતાની ટીમના પરાજય બાદ ગાંગુલીએ કહ્યું ' જુઓ કોણ બોલી રહ્યું છે.' ગાંગુલીએ કહ્યું જો તમે તેમની કારકિર્દી અને જે પ્રકરણોમાં તે શામેલ રહ્યાં છે તેને જુઓ તો આપને જવાબ મળી જશે.વોર્ને આ અગાઉ કહ્યું હતું કે, ' સમય વેડફવા માટે તે ગાંગુલી વિરુદ્ધ ફરિયાદ કરશે.' વોર્ને કહ્યું ' હું શરૂઆતના સમયે નિરાશ હતો. અમારે આકરા તડકામાં પાંચ મિનિટ રાહ જોવી પડી અને તે (નાઈટરાઈડર્સ) ક્યાંય નજરે જ ચડી રહી ન હતી. તેમણે કહ્યું કે, જ્યારે અમે ફિલ્ડીંગ માટે ઉતર્યા તો અમારે સૌરવ માટે રાહ જોવી પડી. એટલા માટે અમે ઘણા નિરાશ હતાં. તે સમય બરબાર કરી રહ્યાં હતાં. અનુભવી સ્પિનર વોર્ને કહ્યું કે, ગાંગુલીના કારણે મેચ પ્રત્યેક દાવ માટે નિર્ધારિત એક કલાક 20 મિનિટથી વધારે ખેંચાયો.તેમણે જણાવ્યું કે, તેઓ પોતાના સમયથી ચાલી રહ્યાં હતાં. ટવેન્ટી 20 નો અર્થ ટીમ માટે એક કલાક 20 મિનિટ છે પરંતુ અમે તેમની રાહ જોતા રહ્યાં.

Tuesday, April 29, 2008

હોકી સંઘને બરખાસ્ત, ગિલ ના શાસનનો અંત

ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશને (આઇઓએ), એક અભૂતપૂર્વ નિણર્ય લઇને ભારતીય હોકી સંઘને બરખાસ્ત કરી દીધું હતું. હોકી સંઘનું સંચાલન હવે એક એડહોક સમિતિ કરશે. આ સાથે સંઘના મહામંત્રી જયોતિકુમારનનું લાંચ કૌભાંડ પ્રમુખ કેપીએસ ગિલને ભરખી ગયું હતું અને ગિલના ૧૫ કેપીએસ ગિલને શાસનનો અંત આવી ગયો છે.
ભારતીય હોકી ટીમના ખેલાડીઓની પસંદગી કરવામાં ઇન્ડિયન હોકી ફેડરેશન (આઇએચએફ)માં આચરવામાં આવતા ભ્રષ્ટાચારને એક ન્યૂઝ ચેનલ દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં હોકી ફેડરેશનના મહામંત્રી કે. જયોતિકુમારનને લાંચની રકમ લેતા રંગે હાથ કેમરામાં ઉતારી લેવામાં આવ્યા બાદ જયોતિકુમારનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ આઇએચએફના વડા કેપીએસ ગિલના જયોતિકુમારન પ્રત્યેના કૂણા વલણને કારણે ગિલ પણ શંકાના ધેરામાં આવી ગયા હોવાથી છેવટે કેપીએસ ગિલની આજે હકાલપટ્ટી કરવામાં આવી છે.
ભારતીય હોકી ટીમના ભાવિ ખેલાડીઓની પસંદગી કરવા માટે અસલમશેર ખાનના નેતૃત્વ હેઠળની પાંચ સભ્યોની એક એડહોક પેનલ નિયુકત કરવામાં આવી છે. આઇઓએની કારોબારી સમિતિની તાકીદે યોજવામાં આવેલી બેઠકમાં આઇએચએફને સસ્પેન્ડ કરવાનો નિણર્ય સર્વસંમત્તિથી લેવામાં આવ્યો હતો.
એડહોક પેનલના અન્ય સભ્યોમાં અસલમશેર ખાન ઉપરાંત ધનરાજ પિલ્લે, અશોક કુમાર અને અજીત પાલનો સમાવેશ થાય છે જયારે રિક રાાલ્ર્સવર્થ પસંદગી સમિતિના સલાહકાર હશે. એડહોક સમિતિ નિયુકત કરવાની આઇઓએના પ્રમુખ સુરેશ કલમાડીને કારોબારી સમિતિએ સત્તા આપી હતી.
વિભિન્ન નેશનલ ફેડરેશનના ૪૦થી વધુ વડાની બનેલી કારોબારી સમિતિમાં પસાર કરવામાં આવેલો ઠરાવ વાંચી સંભળાવતાં સુરેશ કલમાડીએ જણાવ્યું કે, વધુ વ્યવસ્થા નહિ થાય ત્યાંસુધી એડહોક સમિતિ આઇએચએફની કામગીરી સંભાળશે. પત્રકાર પરિષદમાં કલમાડીએ એમ પણ જણાવ્યું કે, કારોબારી સમિતિની બેઠકમાં આ સર્વસંમતિથી નિણર્ય લેવામાં આવ્યો છે અને કોઇએ પણ તેનો વિરોધ કર્યોનથી.
તેમણે જણાવ્યું કે, લાંચ કૌભાંડ અંગે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરવા માટે અમે જયોતિકુમારનને આમંત્રણ આપ્યું હતું પરંતુ જયોતિકુમારન ઉપસ્થિત થયા ન હતા. જયોતિકુમારનને પોતાનો કેસ રજૂ કરવાની આ એક તક હતી. બેઠક દરમિયાન કેપીએસ ગિલ હાજર રહ્યા હતા અને તેમણે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યોહતો.
અગાઉ, ઇન્ડિયન હોકીની સ્થિતિ અંગે નારાજગી વ્યકત કરીને આંતર રાષ્ટ્રીય હોકી સંઘના વડા એલ્સ વાન બ્રેડા રીસમેને રવિવારે જણાવ્યું હતું કે, એક ટીવી ઓપરેશનને પગલે જેમની સામે તપાસ કરવામાં આવી રહી છે એવા, ટોચના અધિકારીના નેતૃત્વવાળા સંઘ સાથે વૈશ્વિક સંસ્થા કામ કરી શકે નહીં.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ભારતીય હોકી સંઘને આવી નહીં, પરંતુ સકારાત્મક પ્રિસદ્ધિ મળે એવું તેઓ ઇરછે છે. આવી પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરવું ? એ બાબતે અમે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન સાથે સતત સંપર્કમાં છીએ.

ગિલની પદ પરથી હકાલપટ્ટી

નવી દિલ્હી (ભાષા), 29 એપ્રિલ 2008
ગત પંદર વર્ષથી ભારતીય હોકીના અધ્યક્ષ રહી ચુકેલા કેપીએસ ગિલની સત્તા ગઈ કાલે સોમવારે આંચકી લેવામાં આવી છે જ્યારે ભારતીય ઓલિંમ્પિક સંઘના આઈએચએફનો ભંગ કરવાની સાથે તેમને બરખાસ્ત કરીને તદર્થ સમિતિની રચના કરી છે. આઈએચએફ સચિવ જ્યોતિકુમારને એક સ્ટીંગ ઓપરેશનમાં રાષ્ટ્રીય ટીમમાં ખેલાડીની પસંદગી માટે લાંચ લેતા પકડાવવાના કારણે આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘના કડક વલણ રાજનૈતિક હલકો અને હોકી સમુદાય દ્ગારા ગિલને બરખાસ્ત કરવાની પુરજોશથી માંગણી કર્યા બાદ ગઈ કાલે આઈઓએએ ઈમરજંસી બેઠકમાં સર્વસંમતિએ આ નિર્ણય કર્યો છે. કાર્યકારી સમિતિએ આઈઓએ અધ્યક્ષ સુરેશ કલમાડીને તદર્થ સમિતિની રચનાના અધિકાર આપ્યા. કાર્યકારી સમિતિ દ્બારા પસાર કરવામાં આવેલા પ્રસ્તાવને પ્રોત્સાહન આપતા કલમાડીએ કહ્યું કે, આગામી બંદોબસ્ત થાય ત્યાં સુધી તદર્થ સમિતિ આઈએચએફનું કામ જોશે. આ પ્રસ્તાવને જુદા જુદા રાષ્ટ્રીય મહાસંઘોને 40 થી પણ વધારે પ્રમુખોએ મંજુરી આપી દીધી હતી. કલમાડીએ અહીં એક પ્રેસ કોંન્ફરંસમાં કહ્યું છે કે, આઈઓએની કાર્યકારી સમિતિએ ગઈ કાલે આઈએચએફનો ભંગ કરીને એક તદર્થ સમિતિની રચના કરી છે જે ભાવી બંદોબસ્ત હોવા સુધી આઈએચએફના કામનું નિરિક્ષણ કરશે. આ નિર્ણય સર્વસમ્મતિથી કરવામાં આવ્યો છે અને કોઈએ તેનો વિરોધ નથી કર્યો.

તાજમહેલને સજાવવાનો પ્રયત્ન

નવી દિલ્લી
તાજમેહલના સંગમરમરની બહારના પડને માટીના લેપની પદ્ધતિથી સાફ કરવામાં આવી રહ્યો છે. રાજ્યસભામાં આજે પર્યટન અને સંસ્કૃતિ મંત્રી અંબિકા સોનીએ મૈબલ રિબેલો અને બી જે પંડાના પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી.તેમણે જણાવ્યું કે, તાજમહેલને બાહ્ય ક્ષેત્રના વિકાસનું ઉત્તરદાયિત્વ સ્થાનીય પ્રાધિકરણોનું છે. સ્મારકના પહુંચ માર્ગના સુધાર માટે આઈટીડીસીએ તાજમહેલની આસપાસના ક્ષેત્રના નવીકરણ તથા પર્યટક પ્રબંધન માટે એક પરિયોજના શરૂ કરી છે જેનું કાર્યાન્વયન કેન્દ્રિય લોક નિર્માણ વિભાગ દ્રારા કરવામાં આવશે.સોનીએ જણાવ્યું કે, સૂર્ય મંદિર કોર્ણાક વિશ્વ વારસા સ્થળ તથા પુરી અને ભૂવનેશ્વરના પ્રમુખ સ્મારકો સહિત ઓરિસ્સામાં સ્મારકોના સંરક્ષણ પર ગત નાણાકિય વર્ષ 2007-08 માં કરવામાં આવેલો કુલ ખર્ચ 278.29 લાખ રૂપિયા છે.

Sunday, April 27, 2008

ચીયરલીડર્સ મર્યાદામાં રહે : કપિલ

ભૂતપૂર્વ ક્રિકેટ કપ્તાન કપિલ દેવે કહ્યું છે કે, આઈપીએલની મેચ દરમિયાન ચીયરલીડર્સે પોતાની મર્યાદાની જાણ હોવી જોઈએ જેથી તેમનું મનોરંજન નૈતિકતાની મર્યાદાને પાર કરીને વિચિત્ર પ્રદર્શન ન બને. કપિલે એક પ્રશ્નના જવાબમાં કહ્યું છે કે, ચીયરલીડર્સનું પ્રદર્શન મનોરંજની મર્યાદામાં રહેવું જોઈએ તે બિભત્સતા સુધી ન આવવું જોઈએ. આઈસીએલના કાર્યકારી બોર્ડના અધ્યક્ષ કપિલે કહ્યું કે, હવે બધું વ્યાપારી થઈ ગયું છે જેમા મીડિયા એટલે સુધી કે રાજનીતિ પણ શામેલ થઈ ગયા છે. તેથી ક્રિકેટમાં પણ વ્યાપાર આવી ગયો હોવાથી તેમાં કોઈએ વાંધો વ્યક્ત ન કરવો જોઈએ. એક પ્રશ્નના જવાબમાં કપિલે કહ્યું કે, ટ્વેંટી 20 કોઈ પણ રીતે ટેસ્ટ મેચો માટે પડકાર નથી. તેમણે કહ્યું કે, જ્યારે વન ડે મેચોની શરૂઆત થઈ હતી ત્યારે કહેવામાં આવ્યું હતું કે, ટેસ્ટ ક્રિકેટ સમાપ્ત થઈ જશે પણ ટેસ્ટ આજે પણ તેટલાક રસ સાથે રમાઈ રહી છે.

'ટશન' માં રૂપિયા અને સમયની બરબાદી

નિર્માતા : આદિત્ય ચોપડા નિર્દેશક : વિજય કૃષ્ણ આચાર્ય સંગીત : વિશાલ શેખર કલાકાર : અક્ષય કુમાર, કરીના કપૂર, સૈફ અલી ખાન, અનિલ કપૂરજ્યારે ખરાબ સમય આવે છે તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને વ્યક્તિ ખોટા નિર્ણય લેવા લાગે છે. આદિત્ય ચોપડાનો પણ લાગે છે કે, તેમનો ખરાબ સમય ચાલી રહ્યો છે. ‘ટશન’ જેવી ફિલ્મ દર્શકો સામે રજૂ કરીને તેઓ ન જાણે શું સાબિત કરવા ઈચ્છે છે ? ફિલ્મની કથા તરફ દૃષ્ટિપાત કરીએ તો...પૂજા (કરીના કપૂર) ની આંખો સામે તેના પિતાની એક મવાલી રિક્શાવાળો ભય્યાજી (અનિલ કપૂર) હત્યા કરી નાખે છે. પૂજા તેનો બદલો લેવાના સમ ખાય છે. તે ભૈયાજીને ત્યાં નોકરી કરે છે. જિમી (સૈફ અલી ખાન) ને તે પોતાના પ્રેમજાળમાં ફસાવે છે. જિમીની મદદથી તે ભૈય્યાજીના 25 કરોડ રૂપિયા લઈને નાસી જાય છે. પૂજાને પકડવાની જવાબદારી ભૈય્યાજી કાનપુરમાં રહેનારા બચ્ચન પાંડે (અક્ષય કુમાર)ને સોંપે છે.બચ્ચન પાંડેની પકડમાં પૂજા આવી જાય છે. સમગ્ર ભારતમાં પૂજાએ 25 કરોડ રૂપિયા અલગ-અલગ સ્થળોએ છુપાવીને રાખ્યાં છે. જિમી, પૂજા અને બચ્ચન આ રૂપિયાઓને વિભિન્ન સ્થળોથી એકત્ર કરે છે. પૂજા બચ્ચનને પણ પોતાના પ્રેમમાં ફસાવીને ચમકાવી દેવાનું વિચારે છે પરંતુ બચ્ચન તેનો નાનપણનો પ્રેમ નીકળે છે અંતમાં ત્રણેય મળીને ભૈય્યાજીનું કામ તમામ કરી દે છે. નિર્દેશન : વિજય કૃષ્ણ આચાર્યએ નિર્દેશનની સાથોસાથ કથા-પટકથા અને સંવાદ પણ લખ્યાં છે. એટલે કે પૂરી ફિલ્મનો ભાર તેમના ખભા પર છે. 70-80 ના દશકની ફિલ્મોમાં આ પ્રકારને કથા અંસખ્ય વખત આવી ચૂકી છે. કથામાં કંઈ પણ નવું નથી. કથામાં કેટલીયે ખામીઓ છે. ભૈય્યાજીને મારીને પૂજા બદલો લેવા ઈચ્છે છે તો શા માટે 25 કરોડ રૂપિયા લઈને તે ભાગી જાય છે ? રૂપિયા તે ઝુપડીમાં કેમ સંતાડે છે ? જ્યારે જાણવા મળે છે કે, રૂપિયા પૂજા પાસે છે તો જિમી, પૂજા અને બચ્ચન સાથે શા માટે ફરતો રહે છે ? તેનું કામ પહેલા જ કેમ ખતમ કરી દેવામાં ન આવ્યું ? નિર્દેશક વિજયનો જૂની કથાને નવી સ્ટાઈલમાં રજૂ કરવાનો અંદાજ તદ્દન ખરાબ છે. એક્શન, પ્રેમ, નાચ-ગાન જેવા તમામ તત્વો તેમણે ફિલ્મમાં નાખ્યાં છે તેમ છતાં પણ કોઈ વાત ન બની. તેમનામાં દૂરદૃષ્ટિનો અભાવ છે. માત્ર શોટ સારા ફિલ્માવા જ નિર્દેશન ન કહેવાય. અભિનય : બચ્ચન પાંડેના રૂપમાં અક્ષય કુમાર પ્રભાવિત કરે છે. એક ઠસ મગજના પાત્રને તેમણે શાનદાર રીતે પડદા પર રજૂ કર્યું છે. સૈફ અલીએ કદાચ કરીના માટે આ ફિલ્મ કરી હોય તેવું લાગે છે. તેમની ભૂમિકા કંઈ ખાસ નથી. કરીના આ ફિલ્મની નાયક છે. સમગ્ર ફિલ્મ તેની આસપાસ ફરે છે. બિકની પહેરીને કરીનાએ પોતાનું જીરો ફિગર પણ દેખાડ્યું. અનિલ કપૂરે ખુબ કંટાળો આપ્યો. હિંગ્લિશમાં બોલવામાં આવેલા તેમના મોટા ભાગના સંવાદો સમજમાં આવતા નથી.અન્ય પક્ષ : વિશાલ-શેખરનું સંગીત પણ આ ફિલ્મનો નકારાત્મક પક્ષ છે. ગીતો રાહત આપતા નથી. જો કે, તેમનું ફિલ્માંકન ભવ્ય છે. પાર્શ્વસંગીત કાનમાં દુ:ખાવો ઉત્પન્ન કરે છે. ફિલ્મના એક્શન દૃશ્યો જોઈને રોમાંચિત થવાના બદલે હસવું આવે છે. સંવાદ ઓછા છે. ફોટોગ્રાફી પણ સ્તરીય નથી.સરવાળે 'ટશન' માં રૂપિયા અને સમયની બરબાદી છે એમ કહીં શકાય.

Wednesday, April 23, 2008

ગાલિબ થિ એક ક્દમ આગે નો છે મ્હરો યા શેર કે

manzilein unhi ko milti hai jinke sapno me jaan hoti hai,

pankho se kuchh nahi hota, honslo se udan hoti hai"