Sunday, April 27, 2008

'ટશન' માં રૂપિયા અને સમયની બરબાદી

નિર્માતા : આદિત્ય ચોપડા નિર્દેશક : વિજય કૃષ્ણ આચાર્ય સંગીત : વિશાલ શેખર કલાકાર : અક્ષય કુમાર, કરીના કપૂર, સૈફ અલી ખાન, અનિલ કપૂરજ્યારે ખરાબ સમય આવે છે તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને વ્યક્તિ ખોટા નિર્ણય લેવા લાગે છે. આદિત્ય ચોપડાનો પણ લાગે છે કે, તેમનો ખરાબ સમય ચાલી રહ્યો છે. ‘ટશન’ જેવી ફિલ્મ દર્શકો સામે રજૂ કરીને તેઓ ન જાણે શું સાબિત કરવા ઈચ્છે છે ? ફિલ્મની કથા તરફ દૃષ્ટિપાત કરીએ તો...પૂજા (કરીના કપૂર) ની આંખો સામે તેના પિતાની એક મવાલી રિક્શાવાળો ભય્યાજી (અનિલ કપૂર) હત્યા કરી નાખે છે. પૂજા તેનો બદલો લેવાના સમ ખાય છે. તે ભૈયાજીને ત્યાં નોકરી કરે છે. જિમી (સૈફ અલી ખાન) ને તે પોતાના પ્રેમજાળમાં ફસાવે છે. જિમીની મદદથી તે ભૈય્યાજીના 25 કરોડ રૂપિયા લઈને નાસી જાય છે. પૂજાને પકડવાની જવાબદારી ભૈય્યાજી કાનપુરમાં રહેનારા બચ્ચન પાંડે (અક્ષય કુમાર)ને સોંપે છે.બચ્ચન પાંડેની પકડમાં પૂજા આવી જાય છે. સમગ્ર ભારતમાં પૂજાએ 25 કરોડ રૂપિયા અલગ-અલગ સ્થળોએ છુપાવીને રાખ્યાં છે. જિમી, પૂજા અને બચ્ચન આ રૂપિયાઓને વિભિન્ન સ્થળોથી એકત્ર કરે છે. પૂજા બચ્ચનને પણ પોતાના પ્રેમમાં ફસાવીને ચમકાવી દેવાનું વિચારે છે પરંતુ બચ્ચન તેનો નાનપણનો પ્રેમ નીકળે છે અંતમાં ત્રણેય મળીને ભૈય્યાજીનું કામ તમામ કરી દે છે. નિર્દેશન : વિજય કૃષ્ણ આચાર્યએ નિર્દેશનની સાથોસાથ કથા-પટકથા અને સંવાદ પણ લખ્યાં છે. એટલે કે પૂરી ફિલ્મનો ભાર તેમના ખભા પર છે. 70-80 ના દશકની ફિલ્મોમાં આ પ્રકારને કથા અંસખ્ય વખત આવી ચૂકી છે. કથામાં કંઈ પણ નવું નથી. કથામાં કેટલીયે ખામીઓ છે. ભૈય્યાજીને મારીને પૂજા બદલો લેવા ઈચ્છે છે તો શા માટે 25 કરોડ રૂપિયા લઈને તે ભાગી જાય છે ? રૂપિયા તે ઝુપડીમાં કેમ સંતાડે છે ? જ્યારે જાણવા મળે છે કે, રૂપિયા પૂજા પાસે છે તો જિમી, પૂજા અને બચ્ચન સાથે શા માટે ફરતો રહે છે ? તેનું કામ પહેલા જ કેમ ખતમ કરી દેવામાં ન આવ્યું ? નિર્દેશક વિજયનો જૂની કથાને નવી સ્ટાઈલમાં રજૂ કરવાનો અંદાજ તદ્દન ખરાબ છે. એક્શન, પ્રેમ, નાચ-ગાન જેવા તમામ તત્વો તેમણે ફિલ્મમાં નાખ્યાં છે તેમ છતાં પણ કોઈ વાત ન બની. તેમનામાં દૂરદૃષ્ટિનો અભાવ છે. માત્ર શોટ સારા ફિલ્માવા જ નિર્દેશન ન કહેવાય. અભિનય : બચ્ચન પાંડેના રૂપમાં અક્ષય કુમાર પ્રભાવિત કરે છે. એક ઠસ મગજના પાત્રને તેમણે શાનદાર રીતે પડદા પર રજૂ કર્યું છે. સૈફ અલીએ કદાચ કરીના માટે આ ફિલ્મ કરી હોય તેવું લાગે છે. તેમની ભૂમિકા કંઈ ખાસ નથી. કરીના આ ફિલ્મની નાયક છે. સમગ્ર ફિલ્મ તેની આસપાસ ફરે છે. બિકની પહેરીને કરીનાએ પોતાનું જીરો ફિગર પણ દેખાડ્યું. અનિલ કપૂરે ખુબ કંટાળો આપ્યો. હિંગ્લિશમાં બોલવામાં આવેલા તેમના મોટા ભાગના સંવાદો સમજમાં આવતા નથી.અન્ય પક્ષ : વિશાલ-શેખરનું સંગીત પણ આ ફિલ્મનો નકારાત્મક પક્ષ છે. ગીતો રાહત આપતા નથી. જો કે, તેમનું ફિલ્માંકન ભવ્ય છે. પાર્શ્વસંગીત કાનમાં દુ:ખાવો ઉત્પન્ન કરે છે. ફિલ્મના એક્શન દૃશ્યો જોઈને રોમાંચિત થવાના બદલે હસવું આવે છે. સંવાદ ઓછા છે. ફોટોગ્રાફી પણ સ્તરીય નથી.સરવાળે 'ટશન' માં રૂપિયા અને સમયની બરબાદી છે એમ કહીં શકાય.

No comments: