Friday, May 2, 2008

ગાંગુલીનો વોર્ન પર પલટવાર

કોલકાતા નાઈટ રાઈડર્સના કપ્તાન સૌરવ ગાંગુલીએ રાજસ્થાન રાઈફલ્સના પોતાના સમકક્ષ શેન વોર્ન પર પલટવાર કરતાં આ ઓસ્ટ્રેલિયાઈના એ દાવાઓને ફગાવી દીધા છે જેમાં તેણે કહ્યું છે કે, ગાંગુલીએ સમય વેડફવાની રણનીતિ દાખવીને અને શ્રેષ્ઠ કેચોની ફિલ્ડીંગની વાતોને સ્વીકારવાથી ઈનકાર કરીને રમતભાવનાનું ઉલ્લંઘન કર્યું છે.વોર્નની ટીમના હાથે પોતાની ટીમના પરાજય બાદ ગાંગુલીએ કહ્યું ' જુઓ કોણ બોલી રહ્યું છે.' ગાંગુલીએ કહ્યું જો તમે તેમની કારકિર્દી અને જે પ્રકરણોમાં તે શામેલ રહ્યાં છે તેને જુઓ તો આપને જવાબ મળી જશે.વોર્ને આ અગાઉ કહ્યું હતું કે, ' સમય વેડફવા માટે તે ગાંગુલી વિરુદ્ધ ફરિયાદ કરશે.' વોર્ને કહ્યું ' હું શરૂઆતના સમયે નિરાશ હતો. અમારે આકરા તડકામાં પાંચ મિનિટ રાહ જોવી પડી અને તે (નાઈટરાઈડર્સ) ક્યાંય નજરે જ ચડી રહી ન હતી. તેમણે કહ્યું કે, જ્યારે અમે ફિલ્ડીંગ માટે ઉતર્યા તો અમારે સૌરવ માટે રાહ જોવી પડી. એટલા માટે અમે ઘણા નિરાશ હતાં. તે સમય બરબાર કરી રહ્યાં હતાં. અનુભવી સ્પિનર વોર્ને કહ્યું કે, ગાંગુલીના કારણે મેચ પ્રત્યેક દાવ માટે નિર્ધારિત એક કલાક 20 મિનિટથી વધારે ખેંચાયો.તેમણે જણાવ્યું કે, તેઓ પોતાના સમયથી ચાલી રહ્યાં હતાં. ટવેન્ટી 20 નો અર્થ ટીમ માટે એક કલાક 20 મિનિટ છે પરંતુ અમે તેમની રાહ જોતા રહ્યાં.