Tuesday, April 29, 2008

હોકી સંઘને બરખાસ્ત, ગિલ ના શાસનનો અંત

ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશને (આઇઓએ), એક અભૂતપૂર્વ નિણર્ય લઇને ભારતીય હોકી સંઘને બરખાસ્ત કરી દીધું હતું. હોકી સંઘનું સંચાલન હવે એક એડહોક સમિતિ કરશે. આ સાથે સંઘના મહામંત્રી જયોતિકુમારનનું લાંચ કૌભાંડ પ્રમુખ કેપીએસ ગિલને ભરખી ગયું હતું અને ગિલના ૧૫ કેપીએસ ગિલને શાસનનો અંત આવી ગયો છે.
ભારતીય હોકી ટીમના ખેલાડીઓની પસંદગી કરવામાં ઇન્ડિયન હોકી ફેડરેશન (આઇએચએફ)માં આચરવામાં આવતા ભ્રષ્ટાચારને એક ન્યૂઝ ચેનલ દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં હોકી ફેડરેશનના મહામંત્રી કે. જયોતિકુમારનને લાંચની રકમ લેતા રંગે હાથ કેમરામાં ઉતારી લેવામાં આવ્યા બાદ જયોતિકુમારનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ આઇએચએફના વડા કેપીએસ ગિલના જયોતિકુમારન પ્રત્યેના કૂણા વલણને કારણે ગિલ પણ શંકાના ધેરામાં આવી ગયા હોવાથી છેવટે કેપીએસ ગિલની આજે હકાલપટ્ટી કરવામાં આવી છે.
ભારતીય હોકી ટીમના ભાવિ ખેલાડીઓની પસંદગી કરવા માટે અસલમશેર ખાનના નેતૃત્વ હેઠળની પાંચ સભ્યોની એક એડહોક પેનલ નિયુકત કરવામાં આવી છે. આઇઓએની કારોબારી સમિતિની તાકીદે યોજવામાં આવેલી બેઠકમાં આઇએચએફને સસ્પેન્ડ કરવાનો નિણર્ય સર્વસંમત્તિથી લેવામાં આવ્યો હતો.
એડહોક પેનલના અન્ય સભ્યોમાં અસલમશેર ખાન ઉપરાંત ધનરાજ પિલ્લે, અશોક કુમાર અને અજીત પાલનો સમાવેશ થાય છે જયારે રિક રાાલ્ર્સવર્થ પસંદગી સમિતિના સલાહકાર હશે. એડહોક સમિતિ નિયુકત કરવાની આઇઓએના પ્રમુખ સુરેશ કલમાડીને કારોબારી સમિતિએ સત્તા આપી હતી.
વિભિન્ન નેશનલ ફેડરેશનના ૪૦થી વધુ વડાની બનેલી કારોબારી સમિતિમાં પસાર કરવામાં આવેલો ઠરાવ વાંચી સંભળાવતાં સુરેશ કલમાડીએ જણાવ્યું કે, વધુ વ્યવસ્થા નહિ થાય ત્યાંસુધી એડહોક સમિતિ આઇએચએફની કામગીરી સંભાળશે. પત્રકાર પરિષદમાં કલમાડીએ એમ પણ જણાવ્યું કે, કારોબારી સમિતિની બેઠકમાં આ સર્વસંમતિથી નિણર્ય લેવામાં આવ્યો છે અને કોઇએ પણ તેનો વિરોધ કર્યોનથી.
તેમણે જણાવ્યું કે, લાંચ કૌભાંડ અંગે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરવા માટે અમે જયોતિકુમારનને આમંત્રણ આપ્યું હતું પરંતુ જયોતિકુમારન ઉપસ્થિત થયા ન હતા. જયોતિકુમારનને પોતાનો કેસ રજૂ કરવાની આ એક તક હતી. બેઠક દરમિયાન કેપીએસ ગિલ હાજર રહ્યા હતા અને તેમણે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યોહતો.
અગાઉ, ઇન્ડિયન હોકીની સ્થિતિ અંગે નારાજગી વ્યકત કરીને આંતર રાષ્ટ્રીય હોકી સંઘના વડા એલ્સ વાન બ્રેડા રીસમેને રવિવારે જણાવ્યું હતું કે, એક ટીવી ઓપરેશનને પગલે જેમની સામે તપાસ કરવામાં આવી રહી છે એવા, ટોચના અધિકારીના નેતૃત્વવાળા સંઘ સાથે વૈશ્વિક સંસ્થા કામ કરી શકે નહીં.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ભારતીય હોકી સંઘને આવી નહીં, પરંતુ સકારાત્મક પ્રિસદ્ધિ મળે એવું તેઓ ઇરછે છે. આવી પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરવું ? એ બાબતે અમે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન સાથે સતત સંપર્કમાં છીએ.

No comments: